મિત્રો આજે આપણે ગુજરાતના પ્રખ્યાત અને નામાંકિત કથાકાર વિશે વાત કરવાના છીએ. ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જીગ્નેશ દાદાને તમે બધા ઓળખતા જ હશો. જીગ્નેશ દાદાએ દેશ-વિદેશમાં ખૂબ જ ભાવથી તેમના મધુર સ્વરે ભાગવત સાહિત્યનું જ્ઞાન પીરસે છે. જીગ્નેશ દાદાએ ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દીધો હતો.
તમે ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી જીગ્નેશ દાદાના કથા પ્રસારણ નિહાળતા હશો. અને જીગ્નેશ દાદાના ઘણા અલગ અલગ સુવિચાર મોબાઇલ પર જોવા મળતા હશે. જીગ્નેશ દાદા ની વાત કરીએ તો તેમને ખૂબ જ નાની ઉંમરે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. તેમને નાનપણથી જ ભજન અને ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો.
તેમનો જન્મ 25 માર્ચ 1986 ના રોજ તેમના વતન એવા અમરેલી જિલ્લાના કેરીયાડ ગામની અંદર થયો હતો. જીગ્નેશ દાદા ના પિતાનું નામ શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે. તેમને એક બહેન પણ છે. જીગ્નેશ દાદાના બાળપણ વિશે વાત કરીએ તો, જીગ્નેશ દાદા રાધે રાધે ના પરિવારમાં તેમના માતા-પિતા અને તેમની બહેન છે અને તેમના પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હતી.
જીગ્નેશ દાદા એ રાજુલા પાસે આવેલી જાફરાબાદ પ્રાથમિક શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જીગ્નેશ દાદાએ એરોનોટિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલો છે. પરંતુ તેમનો રસ કથાનું જ્ઞાન અને ભજન ગાવામાં હોવાના કારણે તેમને પોતાનું ભણતર છોડી દીધું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે જીગ્નેશ દાદા અમરોલીમાં એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
મિત્રો સુરતમાં ઘણી બધી કથાના આયોજનમાં જીગ્નેશ દાદાએ પોતાના ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસી છે. લોકો કહેતા હતા કે જીગ્નેશ દાદા એ યુવાનોને પણ ભજન સાંભળતા કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ઘણા સમય પહેલા જીગ્નેશ દાદાની બદનામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી.
જીગ્નેશ દાદા એ સૌથી પહેલી કથા પોતાના ગામ કેરીયાચાડમાં માત્ર 16 વર્ષની ઉંમરે કરી હતી. આ કથામાં તેમના ગામના અને આજુબાજુ ગામના લોકો આવ્યા હતા. તે લોકોએ ત્યારે જીગ્નેશ દાદા ના ખૂબ જ વખાણ કર્યા હતા. આજે જીગ્નેશ દાદા આખા ગુજરાતમાં પોતાના ભજનથી લોકપ્રિય બની ગયા છે.
“દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે” આ ગીત ગાયા બાદ જીગ્નેશ દાદા વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા હતા. જીગ્નેશ દાદાનું આ ગીત નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓના મોઢે પણ સાંભળવા મળતું હતું. જ્યારે તાળી પાડો તો મારા રામની, દ્વારિકા નો નાથ, બધી માયા મૂડી આવા અનેક ભજનો જીગ્નેશ દાદાએ ગાયા હતા. જેથી તેઓ લોકપ્રિય બની ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment