ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના ટોચના આગેવાન ભરતસિંહ સોલંકી રાજકારણમાં આવીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે અને જાહેરાત કરી છે કે પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે.
તેમને કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજે આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજના આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે.પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવાની જાહેરાત ગુજરાત સરકારે આખરે ખાતરી આપી હતી.
આ ખાતરી છતાં તમામ કેસો પાછા ન ખેંચાતા પાટીદાર સમાજમાં અસંતોષ વ્યાપી ગયો છે.આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે.
આ બેઠક પહેલા પાટીદાર આગેવાનોની બેઠક સરદારધામ ખાતે મળી હતી. આ બેઠક પછી નરેશ પટેલે પોતે રાજકારણમાં જોડાશે એવો સંકેત આપ્યો છે.
મુખ્યમંત્રી સાથેની પાટીદાર આગેવાનોની બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઇ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment