ખોડલધામ ના નરેશ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નરેશ પટેલનું તાજેતરમાં જ મોટું નિવેદન સામે આવ્યો છે. નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે જો સમાજ ની લાગણી હશે તો હું જરૂરથી રાજકારણમાં જોડાઈશ.4 મહિનાના પ્રવાસમાં મને અનેક લોકોએ રાજકારણમાં જોડાવા માટે આગ્રહ કર્યો છે.
મહા સભામાં હું રાજનીતિમાં પ્રવેશ કરીશ કે નહીં તે અત્યારે કહી શકાય તેમ નથી. સમાજની લાગણીને ધ્યાનમાં રાખી મહાસભા રદ નથી રાખી પરંતુ મોફૂફ રાખવામાં આવી છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી. પાટીદાર પોતે એક શક્તિ છે.
આ સાથે પાટીદારોના સૌથી મોટો ખોડલ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે.21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે.
ખોડલધામ ના પાટોત્સવમાં આશરે 25 લાખ લોકો જોડાવાના હતા પરંતુ હવે આ પાટોત્સવ ઓનલાઇન યોજાશે.નરેશ પટેલે જણાવ્યુ કે પાટોત્સવ માં કોઈ વી.આઇ.પી લોકોને આંમત્રણ આપ્યું નથી.પાટોત્સવ માં કોવીડ ગાઈડલાઈન પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment