હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો છે. યુવકે પોતાની પ્રેમિકાનો જીવ એવી રીતે લીધો કે સાંભળીને કાળજુ કંપી ઉઠશે. કહેવામાં આવી રહ્યું છે કે, એક યુવકે ખૂબ જ કથિત રીતે તેની પ્રેમિકા ઉપર પ્રેશર કુકર વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આરોપી યુવકને શંકા હતી કે તેની પ્રેમિકાએ તેને દગો દીધો છે.
હાલમાં તો પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના કર્ણાટકની રાજધાની બેંગ્લોર માંથી સામે આવી રહી છે. અહીં એક નરાધમ યુવકે પ્રેશર કુકર વડે પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો હતો. પ્રેમિકાનો જીવ લીધા બાદ આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી યુવતી અને આરોપી યુવક બંને કેરળના રહેવાસી હતા. વિગતવાર વાત કરે તો કેરળના તિરુવંતમપુરમની 24 વર્ષની દેવા નામની યુવતી છેલ્લા બે વર્ષથી વૈષ્ણવ નામના યુવક સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. આરોપી વૈષ્ણવ પણ કેરળનો રહેવાસી હતો.
બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને સાથે સેલ્સ એન્ડ માર્કેટિંગ સેક્ટરમાં કામ કરતા હતા. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પડોશીઓએ પોલીસને જણાવ્યું કે, યુવક અને યુવતી વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજા સામે કોઈ દિવસ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વૈષ્ણવને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી કે તેનું કોઈ બીજા યુવક સાથે અફેર ચાલી રહ્યો છે. આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી વૈષ્ણવે પ્રેશર કુકર વડે પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિયુતિનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, યુવતી ઉપર પ્રેશર કુકર વડે પ્રહાર કર્યા બાદ આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી જ્યોતિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને જ્યાં તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment