નરાધમ પ્રેમીએ મોબાઈલના કેબલથી ગળું દબાવીને પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહને કંઈક એવી જગ્યાએ સંતાડ્યું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 ફેબ્રુઆરીના રોજ એક યુવકે પોતાની જ પ્રેમિકાનો જીવ લઈ લીધો હતો. જીવ લીધા બાદ પોતાની પ્રેમિકાના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઈ જશે.

વિગતવાર વાત કરીએ તો 10 ફેબ્રુઆરીના રોજ રાજધાનીના બાબા હરિશદાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે પોતાના લિવ-ઈન પાર્ટનરનો જીવ લઈ લીધો હતો. જીવ લીધા બાદ આરોપીએ પોતાની પ્રેમિકાનો મૃતદેહ ફ્રીજની અંદર સંતાડી દીધું હતું. પરંતુ આરોપી યુવતીના મૃતદેહનો કાંઈ નિકાલ કરી તે પહેલા કોઈકે આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ નિક્કી યાદવ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. નિક્કી હરિયાણાના ઝજ્જરની રહેવાસી યાદી. તે 2018થી પશ્ચિમ દિલ્હીના ઉત્તર નગર વિસ્તારમાં 24 વર્ષના સાહિલ ગેહલોત નામના યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. હાલના પરિવાર જન્મે તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા.

આ મુદ્દાને લઈને 9 ફેબ્રુઆરીના નિક્કી અને સાહિલ વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. ત્યારબાદ 10 ફેબ્રુઆરીના રોજ આરોપી સાહિલે ISBT પાસે કારમાં મોબાઈલના કેબલ વડે પોતાની પ્રેમિકા નિક્કીનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તે મૃતદેહને કારમાં લઈને ફરતો જોવા મળી રહ્યો હતો.

ત્યારબાદ તેને મિત્રોવ ગામની સીમામાં આવેલા પોતાના ઢાબાના ફ્રીજની અંદર પોતાની પ્રેમિકાનું મૃતદેહ છુપાવી દીધું હતું. ત્યારે કોઈકે આ વાતની જાણ પોલીસને કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર 10 ફેબ્રુઆરીના રોજ સાહિલે બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા. ત્યારબાદ પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી હતી અને હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*