દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દારૂના નશાની હાલતમાં એક નરાધમ બાપે પોતાની ત્રણ માસુમ દીકરીઓનો જીવ લઇ લીધો છે. દીકરીઓનો જીવ લીધા બાદ બાપે ત્રણેયના મૃતદેહને એક લોખંડની પેઢીમાં પેક કરી દીધા હતા અને પછી તે પેટી ઘરની બહાર ફેંકી દીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે, ત્રણેય બહેનો એક ઓક્ટોબર એટલે કે ગત રવિવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ અચાનક જ ગુમ થઈ ગઈ હતી. જ્યારે સોમવારે સવારે લોકોએ ત્રણેય બહેનોના મૃતદેહ જોયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે શંકાના આધારે બે ઓક્ટોબરના રોજ મૃત્યુ પામેલી બાળકીઓના પિતાને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી બાપે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જેમાં આરોપી બાપ એ જણાવ્યું હતું કે, ગરીબીથી કંટાળીને તેને પોતાની ત્રણેય દીકરીઓનો જીવ લઈ લીધો હતો. આ ચોકાવનારી ઘટના પંજાબના જલંધરમાં બની હતી.
આરોપી બાપની ઓળખ સુનિલ તરીકે થઈ છે. સુનિલે દારૂના નશાની હાલતમાં પોતાની 9 વર્ષની દીકરી અમૃતા કુમારી, 7 વર્ષની દીકરી કંચન કુમારી અને ત્રણ વર્ષની દીકરી વાસુનો જીવ લઇ લીધો હતો. ત્રણેય માસુમ દીકરીઓનો જીવ લીધા બાદ તેના મૃતદેહને એક પેટીમાં પેક કરી દીધા હતા અને પછી પેટી ઘરની બહાર ફેંકી દીધી હતી.
મળતી માહિતી અનુસાર સુનિલની ત્રણેય બાળકીઓ રવિવારના રોજ રાત્રે અચાનક જ ગુમ થઈ ગઈ હતી. એટલા માટે સુનિલના મકાન માલિકે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સ્થાનિક લોકો સાથે મળીને બાળકીઓની શોધખોળ કરી હતી.
પરંતુ રાત્રે બાળકીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. જ્યારે બીજા દિવસે સવારે સુનીલ પોતાના ઘરની બહાર એક પેટી કાઢી રહ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ ત્યાં જઈને પેટીમાં જોયું ત્યારે ત્રણેય બાળકીઓના મૃતદેહ પેટીમાં પડેલા હતા. પછી આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment