દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક નરાધમ બાપે પોતાના બે વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. બાપે પોતાના દીકરાને જમીન પર પટકી પટકીને તેનો જીવ લાવી લીધો હતો. દીકરાનું જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકે ઉઠશો.
જાણવા મળી રહ્યું છે કે આરોપી બાપ સૌ પ્રથમ પોતાના દીકરાને એક રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ ગુસ્સામાં પોતાના માસુમ દીકરાને જમીન પર પછાડવાનું શરૂ કરી દીધું હતું. આ કારણોસર દીકરાનું રીબાઈ રીબાઈને મોત થયું હતું. આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. અહીં મંગળવારના રોજ ઉમેશ નામનો વ્યક્તિ પોતાના ઘરમાં તાંત્રિક પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. આ દરમિયાન ઉમેશની પત્ની અને માતાએ ઉમેશની આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો.
ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા ઉમેશે પોતાના દીકરાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપીની પત્ની અને માતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. પોલીસ આવ્યા બાદ આરોપી ઉમેશે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ આરોપી પાસે દરવાજો ખોલાવે તે પહેલા તો માસુમ બાળકનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. .
જાણવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી ઉમેસે ઘરમાં રાખેલો ગેસનો બાટલો સળગાવવાના પણ પ્રયાસો કર્યા હતા. પરંતુ તે પહેલા તો પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે મંગળવારના રોજ સવારે ઉમેશ પોતાના ઘરમાં ક્યાંકથી લાવેલી ભભૂતિ ઉડાડી રહ્યો હતો. તેનું આ વર્તન પરિવારના સભ્યોને વિચિત્ર લાગ્યું હતું. જેના કારણે પરિવારના સભ્યોએ તેને આવું કરવા માટે અટકાવ્યો હતો.
આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલો ઉમેશ પોતાના બે વર્ષના માસુમ દીકરાને રૂમમાં લઈને ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ રૂમ અંદરથી બંધ કરી દીધી હતી. પછી તેને પોતાના દીકરાને જમીન પર પછાડીને તેનો જીવ લઈ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ઉમેશ એક તાંત્રિક પાસે તાંત્રિક વિધિ શીખતો હતો. તે અવારનવાર ત્યાં જતો હતો. મંગળવારના રોજ સવારે તે ઉજ્જૈનથી પરત કર્યો હતો અને પછી તેને આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment