નરાધમ આચાર્યએ ગર્લ્સ ટોયલેટમાં CCTV કેમેરા લગાવ્યા… પછી તો વાલીઓએ દોડાવી દોડાવીને ઢીબી નાખ્યો… જુઓ વાયરલ વિડિયો…

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી એવી શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે, જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. આવી જ એક ઘટના પુણે માંથી સામે આવી છે, પુણે ની એક સ્કૂલ ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા રાખવાનો મામલો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

આ વિવાદ બહાર આવતાની સાથે જ વાલી તાત્કાલિક સ્કૂલે દોડી ગયા હતા. જ્યાં સંડોવાયેલ આરોપી સામે આકરામાં આકરી સજાની માંગ ઉઠાવી છે. સાથે સાથે સ્કૂલ તંત્રની નજર નીચે આ સમગ્ર લીલા ચાલતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને જાણ થતા ની સાથે જ કાર્યકર્તાઓ તલગાવ ખાતે આવેલ ડી.વાય. પાટીલ સ્કૂલ ખાતે દોડી ગયા હતા.

જ્યાં હંગામો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલ ને દોડાવી દોડાવીને માર માર્યો હતો. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, સાથે સાથે સ્કૂલના આ પ્રિન્સિપાલ અભ્યાસ કરતા વધુ ઈસાઈ ધર્મનો પ્રચાર કરતા હોવાનો પણ આરોપ લાગ્યા છે.

હિન્દુ ધર્મના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને રજા પણ ન આપતા હોવાની ફરિયાદ ઉઠતા હડકંપ મચ્યો છે. મહત્વનું એ છે કે ડી.વાય.પાટીલ સ્કૂલ મોટા ગજાની અને પ્રતિષ્ઠિત સ્કૂલોની હરોળમાં આવતી હોવાથી અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા આવતી હતી.

આ દરમિયાન વોશરૂમમાં સીસીટીવી જૂન મહિનાના વેકેશન દરમિયાન લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં જ એક વિદ્યાર્થીનીને જાણ થતા તેમણે વોશરૂમમાં કેમેરા અંગેની સમગ્ર વિગત પોતાના પરિવારજનોને જણાવી હતી. ત્યારબાદ સમગ્ર કોભાંડ ઉઘાડું પડ્યું હતું અને વાલીઓ તથા બજરંગ દળ અને હિન્દુ પરિષદના આગેવાનો સ્કૂલ ખાતે દોડી ગયા હતા.

આ મામલે પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી છે જોકે હજુ સુધી એફઆરઆઈ નોંધાઈ નથી. તો સમગ્ર પ્રકરણની ઢાંકવા મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ ને લાંબી રજા આપી દેવામાં આવી છે. હાલ સ્કૂલના વોશરૂમમાંથી સીસીટીવી હટાવી દેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*