કતારગામના હીરા વેપારીનો નબીરો લલના સાથે શરીરસુખ માણવા જતા ભેરવાયો…

સુરત શહેરના હાઈ પ્રોફાઈલ અલથાણ વિસ્તારમાં આકાશ નામની હોટલ માં ફૂટન ખાનાને ઝડપી પાડી પોલીસે દરોડા પાડી ગ્રાહકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હોટલના માલિક તથા રિસેપ્શન પર રહેલી વ્યક્તિ અને ગ્રાહકની ધરપકડ કરી હતી અને તેમની સામે યોન શોષણનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે બાતમીના આધારે સાંજે 7 થી 9 વાગ્યાના સમય દરમિયાન પોલીસે હોટલમાં દરોડા પાડી હોટલના રૂમ ચેક કરતાં રૂમ નંબર 103 માંથી એક મહિલા અને પ્રિન્સ સોનાણી નામનો યુવાન કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા અને પોલીસે બહાર લાવી પૂછપરછ કરતા આ સાથે હોટલમાં નોકરી કરતા 20 વર્ષીય પરિતોષ ગૌતમ મહંતની પોલીસે પૂછપરછ કરતા

તેને ગ્રાહકો પાસેથી 2500 માં શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડતા હોવાની કબુલાત કરી હતી એમાંથી 500 રૂપિયા જ મહિલા ને આપવામાં આવતા હતા.મળતી માહિતી અનુસાર પોલીસે પ્રિન્સ રમેશભાઈ સોનાણી ( ધ પેલેડિયમ,કતારગામ) અને હોટલના રિસેપ્શનિષ્ટ ગૌતમ મહંતો (હોટલ આકાશ,પહેલો માળ,231 થી 236, વીઆઇપી રોડ) અને સંચાલિકા સુનિતા

રાજેશભાઈ પટેલ સામે યોન શોષણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પુછપરછમાં હોટેલ રીસેપ્શનીષ્ટ પરિતોષે જણાવ્યું કે, ગ્રાહકને હોટલમાં શરીરસુખ માણવા માટેની સગવડ પુરી પડાતી હતી. ગ્રાહક પાસેથી રૂ.2500 વસૂલાતા હતા અને તેમાંથી લલનાને ગ્રાહક દીઠ 500 અપાતા હતા. દેહવેપાર માટે યુવતીઓ રિયા નામની સપ્લાયર મોકલતી હતી.

પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. પકડાયેલ ગ્રાહક હાલમાં જ વિદેશમાં અભ્યાસ કરીને આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હોટેલ ભાડે રાખી હતી​​​​​​​હોટલનું સંચાલન કરતી સુનિતા પટેલે એકાદ મહિના પહેલા જ હોટલ ભાડે લીધી હતી. જ્યારે રીયાએ તેનો સંપર્ક કરીને લલના મોકલવાનું કહ્યું હતું. હોટલ ચલાવવા માટે સુનિતાએ દેહવેપાર કરાવવાનો શરૂ કર્યો હતો.

 

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*