નરેન્દ્ર મોદીજીને મારી વિનંતી છે કે તેઓ ગુજરાતની કાનૂન વ્યવસ્થા પર મૌન તોડે : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જંગલ સેક્રેટ ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે સુરતમાં જે ભગવાન ગણેશના ભંડારનું આયોજન કર્યું હતું તેનું નિરીક્ષણ કરવા માટે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા ગયા હતા અને આ દરમિયાન ભાજપના ગુંડાઓએ મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કર્યો છે અને તેના કારણે તેઓ ગંભીર ઘાયલ થયા છે તેવું તેમને જણાવ્યું હતું.

તેઓએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ફરી એક વાર સાબિત થાય છે કે ભાજપ એ ગુંડાઓની પાર્ટી છે અને છેલ્લા એક મહિનામાં નેતાઓ અને કાર્યકર્તા ઉપર આઠ વખત જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા છે. વારંવાર પાર્ટીના નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને ગુજરાતમાં હંમેશા શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે ત્યારે ગુજરાતમાં ક્યારેય હિંસાને સ્થાન મળ્યું નથી. ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે

તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે ભાજપના લોકોને ડર છે કે અમારા કરોડો રૂપિયાના કૌભાંડો ખુલ્લા ન પડી જાય એટલા માટે આમ આદમી પાર્ટીને રોકવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પર હાથ ઉપાડવાનું કામ કરે છે.તેઓએ વધારે માં જણાવ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ કાર્ય કરાવે છે અને તેમને પણ પોલીસ અધિકારી દ્વારા પકડવામાં આવ્યા નથી ને સજા અપાવવામાં આવી નથી.

સુરત પોલીસ કમિશનર અને ડીજીપી સામે પણ સવાલ ઉઠાવુ છું અને કહું છું તમે આ ઘટનામાં વિરુદ્ધ યોગ્ય તપાસ અને પગલાં ન લઈ શકો અને જો કાનૂન વ્યવસ્થા ન સંભાળી શકો તો તમે પણ રાજીનામું આપી દો.હું સ્પષ્ટત માનું છું કે મનોજ સોરઠીયા ગુજરાતની જનતાનો અવાજ છે અને તેઓએ કહ્યું કે મનોજ સોરઠીયાએ 2013 થી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઊભી કરી છે

અને મનોજભાઈ દિવસ રાત મહેનત કરીને ગુજરાતમાં સંગઠન ઊભું કર્યું છે. સુરતમાં જે 27 કોર્પોરેટરો મહાનગરપાલિકાની ચૂંટણી જગ્યાએ એનો શ્રેય પણ મનોજભાઈ ને જાય છે ને એટલા માટે ભાજપ જાણે છે કે ગુજરાતના સંગઠનમાં મનોજભાઈ એક મહત્વનો રોલ નિપાવી રહ્યા છે એટલા માટે તેઓનો જીવ લઈ લેવામાં આવે અને ગુજરાતમાં શાંતિનો માહોલ ઉભો થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. આવા ગંભીર આક્ષેપ ઈશુદાન ગઢવીએ લગાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*