ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કડી તાલુકામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કડી તાલુકાના રંગપુરડા ગામની સીમામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોદીને એક વ્યક્તિએ પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ મૃતક યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને દેત્રોજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મૃત્યુ પામેલા યુવકની ગાડીમાંથી તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિએ લખ્યું હતું કે, ‘હું દિનેશ મોતીચંદ્ર કારીયા હોશો અવાજમાં શાંતિથી અને બુદ્ધિપૂર્વક આ ચિઠ્ઠી લખી રહ્યો છું. હું મારી જિંદગીથી થાકી ગયો છું. એટલે મારી મરજીથી અને રાજી ખુશીથી હું આ મારા જીવનનો અંતિમ પગલું ભરું છું. મારી અમદાવાદ તથા ગુજરાત પોલીસને બંનેને હાથ જોડીને વિનંતી છે કે, મારા મૃત્યુ બાદ મારા પરિવાર તથા કોઈ પણ વ્યક્તિ કે સગા સંબંધીઓને હેરાન ન કરતા અને તેમને મદદરૂપ થવા વિનંતી છે.
હું નર્મદા કેનાલમાં પડું છું, મારી પહેલી પત્ની હેમા મને બોલાવે છે અને મને મારા હિંગળાજ માના ચરણમાં જગ્યા મળી છે’. આવું સુસાઇડ નોટમાં લખીને દિનેશભાઈ નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન અટકાવ્યું હતું. દિનેશભાઈ અમદાવાદની અંદર સિટી લાઇટ વિસ્તારમાં રહેતા હતા. અમદાવાદમાં રહેતા દિનેશભાઈ મૂળ મોરબીના રહેવાસી છે.
એવું નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમની પાસે છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કે ધંધો ન હતો. દિનેશભાઈ ની પ્રથમ પત્નીનું મૃત્યુ 2010ની અંદર થયું હતું, ત્યારબાદ તેમને બીજા લગ્ન કર્યા હતા. દિનેશભાઈ પોતાની ગાડી લઈને અમદાવાદથી નીકળ્યા હતા. ત્યારબાદ દિનેશભાઈ રંગપુરડા પાસે ગાડી મૂકીને નર્મદા કેનાલમાં કૂદી ગયા હતા.
મૃત્યુ પહેલા તેમને એક સુસાઇડ નોટ લખી હતી અને આ સુસાઇડનો તેમને પોતાની ગાડીમાં મૂકી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા દિનેશભાઈના પરિવારના સભ્યો આવ્યા ત્યારબાદ તેમના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને દિનેશભાઈના દીકરાએ જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ મહિનાથી પિતા પાસે હતી, ગુરૂવારના રોજ સવારે મારે કામ છે તેમ કહીને પિતા ગાડી લઈને બહાર ગયા હતા. બપોરે પોણા બે વાગ્યાની આસપાસ તેમનો ફોન આવ્યો હતો કે હું બહુચરાજી જાઉં છું અને મને આવતા દોઢ કલાક થશે તમે લોકો જમી લેજો.
પછી ગોવિંદ પટેલ નામના વ્યક્તિનો મને ફોન આવ્યો હતો. સુસાઇડ નોટની અંદર મારું નામ લખ્યું હતું એટલે તેમને મને ફોન કર્યો. ઘટનાની જાણ થતા અમે તાત્કાલિક કડી ખાતે દોડી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment