મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન છે અને જે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ પણ છે અને રિલાયન્સ ગ્રુપ નો કારોબાર અનેક ક્ષેત્રમાં ફેલાયેલો છે
જેને ચલાવવામાં તેમના પરિવારના સભ્યોની સાથે સાથે તેમના ઘણા બધા ખાસ લોકો પણ કહી શકાય જે તેમને સાથ આપી રહ્યા છે અને તેમાં જ એક મનોજ મોદી નામના વ્યક્તિ છે જે મુકેશ અંબાણીનો જમણો હાથ પણ કહેવાય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનેક સહાયક કંપનીઓની દેખરેખ તેમના નજીકના સહયોગી અને પરિવારના સભ્યો કરે છે જેમાં નીતા અંબાણી ઈશા અંબાણી આકાશ અંબાણી આવા ભરોસાપાત્ર વ્યક્તિની સાથે સાથે તેમના ખાસ મિત્ર મનોજ મોદી છે જેઓને અંદાજિત 1500 કરોડ રૂપિયાની બિલ્ડીંગ ભેટ આપવામાં આવી છે.
એપ્રિલ 2020 માં ફેસબુક અને રિલાયન્સ જીઓની બીગ ડીલમાં તેમની મહત્વની ભૂમિકા હતી અને આ 43 હજાર કરોડ રૂપિયાની ડીલ રિલાયન્સ ને કરજ મુકતા બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.મનોજ મોદીને મુકેશ અંબાણીએ
1500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે અને મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મળી રહી છે કે આ ઘર 22 માળનું છે જેની કિંમત 1500 કરોડ છે ને તે મુંબઈના નેપીયનસી રોડ પર બનેલી છે જેનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment