મિત્રો તમે બધા ડ્રામા ક્વીન રાખી સાવંતને જરૂર ઓળખતા હશો. રાખી સાવંત હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તો રાખી સાવંત ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક તરફ રાખી સાવંતને પોતાના લગ્ન જીવનનું ટેન્શન છે. ત્યારે બીજી તરફ રાખી સાવંતની માતા ગંભીર રીતે બીમાર થઈ છે.
રાખી સાવંત ની માતા પહેલા કેન્સરથી પીડિત હતી અને હવે કેન્સર બાદ તેમને બ્રેઇન ટ્યુમર થયું છે. હાલમાં રાખી સાવંતની માતા હોસ્પિટલમાં એડમીટ છે અને તેમની સારવાર ચાલી રહી છે. તાજેતરમાં જ રાખી સાવંતે પોતાની માતાની બીમારી અંગે વાત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી તેની માતાની મદદ કરી રહ્યા છે.
રાખી સાવંત પોતાની માતાના દુઃખ અંગે જણાવ્યું હતું કે, “મમ્મી કોઈને ઓળખી રહ્યા નથી, મમ્મી ભોજન પણ કરી શકતી નથી. મમ્મીની અડધી પેરાલાઇઝ જ થઈ ગઈ છે.” વધુમાં રાખી સાવંત જણાવે છે કે, “હું અંબાણી જેનો ધન્યવાદ કરું છું. અંબાણીજી મારી માતાની સારવાર માટે મદદ કરી રહ્યા છે.
હોસ્પિટલમાં સારવારના ભાવ ખૂબ જ વધારે હતા તેને ઓછા કરાવી રહ્યા છે.” વધુમાં રાખી સાવંતે વાત કરતા જણાવ્યું કે, તેમની માતાને બે મહિના માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. રાખી સાવંતનો આ વિડીયો જોયા બાદ બધા લોકો તેમની માતાને શાદી થવાની દુવાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે રાખી સાવંતની માતા બીમારીમાંથી કેટલી જલ્દી બહાર આવે છે. રાખી સાવંતનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર viralbhayani નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment