લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..! હસતા ખેલતા લગ્નમાંથી પરત ફરતી વખતે 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 લોકોના કરુણ મોત…

Published on: 3:00 pm, Tue, 29 November 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક અજાણ્યા વાહન આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં બંનેનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં ડ્રાઇવર સહિત પાંચ લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારમાં સવાર તમામ લોકો એક લગ્નમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના મોડી રાત્રે કોટામાં બની હતી. અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય પુનિત સક્સેના અને 47 વર્ષીય રાધેશ્યામ નામના વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે.

સોમવારના રોજ સાંજે 4:00 વાગ્યાની આસપાસ રાધેશ્યામ પોતાના સંબંધીઓ સાથે લગ્નમાં હાજરી આપવા માટે સાંગોદ ગામ નજીક ગયો હતો. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ રાત્રે તેઓ 10 વાગ્યાની આસપાસ ઘરે આવવા માટે નીકળ્યા હતા. રાધેશ્યામ, પુનિત સહિત પાંચ લોકો એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો બીજી કારમાં મુસાફરી કરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અચાનક જ બ્રેક લગાવવાના કારણે પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની પાછળની સીટમાં બેઠેલા રાધેશ્યામ ઉછળીને કારના આગળના કાચ સાથે અથડાયા હતા. આ ઘટનામાં તેમના માતાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણસર તેમનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માત્રી ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મોડી રાત્રે લગભગ 12:00 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટનામાં રાધેશ્યામ અને પુનિત નામના વ્યક્તિનું કરુણ મોત થયું છે.

બંનેનું મૃત્યુ થતાં બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..! હસતા ખેલતા લગ્નમાંથી પરત ફરતી વખતે 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 લોકોના કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*