ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં લુણવાડા નજીક જાનૈયાઓને અકસ્માત નડ્યો હતો. અહીં જાનૈયાઓથી ભરેલો એક ટેમ્પો અચાનક જ પલટી ખાઈ જતા ખાડામાં પડ્યો હતો.
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 22 જેટલા લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સ ની ટીમને કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ હાઇવે રોડ ઉપર મોતની ચિંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ટેમ્પામાં સવાર ધનઈ આવો ગઠાથી સાત તળાવ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં અચાનક જ ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા લોકોને લુણવાડાની જનરલ હોસ્પિટલ, વિનાયક હોસ્પિટલ સહિત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ લુણવાડા પોલીસ, LCB, SOG સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઘણા નાના બાળકો પણ ઇજાગ્રસ્ત થયા છે. જાનૈયાઓને રસ્તામાં અકસ્માત નડતા લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના કયા કારણોસર બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment