ખુશીઓમાં માતમ છવાઈ ગયો…સગાઈ પહેલા જ અચાનક જ યુવતીનું કરુણ મોત… જાણો એવું તો શું બન્યું હશે…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સગાઈના ચાર-પાંચ દિવસ પહેલા એક યુવતીનું કરુણ મોત થયું છે. દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

એક બાજુ દીકરીના સગાઈની ખુશીઓ હતી. તેવામાં દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સગાઈ પહેલા જ ગઈકાલે રાત્રે દીકરીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે.

દીકરીની સગાઈ ઓક્ટોબરના રોજ થવાની હતી. આ દુઃખદ ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી યુવતીનું નામ ગરિમા હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. 20 ઓક્ટોબરના રોજ ગરિમાની સગાઈ થવાની હતી.

તેથી પરિવારના સભ્યો સગાઈમાં વ્યસ્ત હતા અને સગાઈ હોવાના કારણે પરિવારમાં ખુશીઓનો માહોલ હતો અને ખરીદી પણ ચાલુ હતી. ત્યારે અચાનક જ ગરીમાની તબિયત બગડી હતી. એટલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યારે જાણવા મળ્યું કે ગરીમાને ડેન્ગ્યુ થઈ ગયો છે. પછી શનિવારના રોજ રાત્રિના સમયે ગરીમાને વધુ સારવાર માટે લખનઉ લઈ જવામાં આવી હતી. જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન ગરીમાનું મોત થયું હતું.

સગાઈ પહેલા જ દીકરીનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડીએ આવ્યા હતા અને હોસ્પિટલમાં દીકરીના પરિવારજનો એ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*