ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છેલ્લા થોડા દિવસોથી વધી ગઈ છે. ત્યારે માળીયા-અમદાવાદ હાઈવે પર માલવણ નજીક મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે જતી ઈનોવા કાર અખીયાણા પાસે ડિવાઇડરમાં ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બે વેવાઇઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કલોલમાં પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધી પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતા.
ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ ઘટના બનતા જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર લગભગ ગઈકાલે પોણા બાર વાગ્યાની આસપાસ પટેલ સમાજ નો પરિવાર રથમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધી પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં માલવણ નજીક અખિયાની ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટલ નજીક પુરપાટ ઝડપે જતી એક ઈનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર બીજી બાજુની સાઈડમાં ચાલી ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં બંને વેવાઇનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ લોકોને 108ની મદદથી સારવાર માટે અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં 75 વર્ષીય ભાણજીભાઈ અગજીભાઈ પટેલ અને 70 વર્ષીય દેવજીભાઈ પચાણભાઈ પટેલનું કરૃણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. લગ્નના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ અકસ્માતની ઘટના બનતા જ ખુશીના માહોલમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment