લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 5:04 pm, Tue, 12 April 22

આજકાલ તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મૃત્યુ થાય છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો.

રાજસ્થાન સીકર જિલ્લાના સિસ્યુ ગામમાં બસ સ્ટેશન એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ પોતાની પત્ની અને પોતાની દીકરી સાથે પલસાણાથી ઘરે પરત ફરી રહ્યો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે લગભગ સાતેક વાગ્યા હતા.

પુરપાટ ઝડપે આવી રહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસએ ઉત્તમ નામના વ્યક્તિના બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં ઉત્તમ અને તેની પત્ની કમલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે દીકરી કુમકુમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તમામ લોકોએ ભેગા થઈને ઇજાગ્રસ્ત થયેલી દીકરી કુમકુમને જયપુર સારવાર માટે મોકલી હતી. ત્રણ દિવસની સારવાર બાદ દીકરી નું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલા ઉત્તમભાઈ નાના દીકરાના લગ્ન થયા હતા. દીકરાના લગ્નના કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ લગ્નના થોડાક દિવસ બાદ આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક જ ગામના ત્રણ લોકોના મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*