માતાએ પોતાની 1 વર્ષની દીકરી સાથે ગળાફાંસો ખાઈ લીધો, જુડવા દીકરીઓ થતા સાસરિયાઓ ટોણા મારતા હતા – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની એક વર્ષની દીકરી સાથે સુસાઇડ કરી લીધું છે. માતા અને દીકરીનું મૃતદેહ રૂમની અંદર સીલીંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે પરિવારના તમામ લોકો સંબંધીના ઘરે ગયા હતા.

ત્યારે મહિલાએ પોતાની એક વર્ષની દીકરી સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ રીટા હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતક મહિલાના કાકાએ જણાવ્યું કે, “રીટાને બે જુડવા દીકરીઓ છે.” બે દીકરીઓનો જન્મ થતાં જ સાસરિયાંઓ રીટાને ટોણામાં મારતા હતા.

આ વાતથી રીટા ખૂબ જ નારાજ રહેતી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે માતા અને દીકરીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. હા સમગ્ર ઘટના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના મહુઆ ડેમ ગામની છે. આ સમગ્ર ઘટનાને લઈને રીટાના સસરાએ જણાવ્યું કે, હું-મારી પત્ની અને એક પૌત્રી સંબંધીના ઘરે ગયા હતા.

અમે સવારેથી જ ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે અમને બધુ બરોબર લાગતું હતું. રીટા પોતાનું કામ પણ રાબેતા મુજબ કરી રહી હતી. મારો દીકરો પણ અમારી સાથે કામ પર જવા માટે નીકળી ગયો હતો. રીટાના સસરાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘરે પાછા આવ્યા, અમે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ રીટાએ દરવાજો ખોલ્યો નહીં. જ્યારે ખૂબ જ મોડું થઈ ગયું ત્યારે અમે દીકરાને જાણ કરી હતી. તે ઝડપથી ઘરે આવ્યો હતો. ત્યારબાદ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે રીટા અને એક વર્ષની દીકરીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર 25 વર્ષીય રીટાના લગ્ન ચાર વર્ષ પહેલાં મહેન્દ્ર સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા. મળતી માહિતી અનુસાર મહેન્દ્ર દારૂ પીને રીટા સાથે ઝઘડો કરતો હતો. રીટાને બે દીકરીનો જન્મ થયો ત્યારબાદ તેને વધુ હેરાન કરવામાં આવતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*