બે દીકરીઓની માતાએ સુસાઈડ કરી લીધું, જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ… બંને દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી સુસાઈટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ સુસાઇડ કરી લીધું હતું. જાણવા મળી રહ્યું છે કે મહિલાએ પોતાની નોકરી ગુમાવી હતી. જેના કારણે તે ખૂબ જ તણાવમાં હતી અને આ કારણોસર તેને સુસાઇડ કરી લીધું છે.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાનું નામ પાર્વતી હતું અને તેની ઉંમર 38 વર્ષની હતી. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. પાર્વતીને મંગળવારના રોજ સંબંધીઓ સારવાર માટે ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં પાર્વતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ પાર્વતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાર્વતીની અચાનક જ તબિયત બગડવા લાગી હતી. આ દ્રશ્યો જોઈને પાર્વતી ની દીકરીએ તેના માસીના છોકરાને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ બંને પાર્વતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

આ ઘટનાની માહિતી મળતા જ પાર્વતીના પતિ સુરેશ અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા. આ ઘટનાને લઈને એક સંબંધીએ જણાવ્યું કે, પાર્વતી અને સુરેશ એક આઇટી કંપનીમાં હાઉસ કીપિંગ માં નોકરી કરતા હતા. બંનેની એક મહિના પહેલા એક સાથે નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદ બંને ઘરે જ રહેતા હતા અને બંનેને સંતાનમાં બે દીકરીઓ છે.

નોકરી છૂટી ગયા બાદ પાર્વતી પોતાની બંને દીકરીઓને લઈને ખૂબ જ ટેન્શનમાં રહેતી હતી અને તેને નોકરી છૂટવાનો પણ ખૂબ જ તણાવ હતો. આ કારણોસર પાર્વતીએ સુસાઇડ કર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ પાર્વતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*