સુરતમાં બે બાળકોની માતાએ એસિડ પીને સુસાઈડ કરી લીધું… બાળકો માં વગરના થઈ ગયા…

સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરત SMCમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરનાર મહિલાનું નામ સંગીતાબેન સંગાડા હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી.

સંગીતાબેન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા અને તેઓ સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે સંગીતાબેને અચાનક જ એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી સંગીતાબેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે સંગીતાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ સંગીતાબેનના પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળી રહ્યું છે કે, સંગીતાબેનના પતિનું હજુ થોડાક વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા 14 વર્ષથી એસએમસીમાં સફાઈ કર્મચારી કે ફરજ બજાવતા હતા. સંગીતાબેનને આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. આ ઘટના બનતા જ બે સંતાનો માં-બાપ વગરના થઈ ગયા છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, સુસાઇડ કરનાર મહિલાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*