3 બાળકોની માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… નાના-નાના બાળકો માં વગર ના થઈ ગયા…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મંગળવારના રોજ રાત્રિના સમયે એક મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર મહિલા છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં હતી. ઉપરાંત તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેની દવા પણ ચાલુ હતી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે.

વિગતવાર વાત કરીએ તો, આ ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર મહિલાનું નામ માયા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. માયાના પરિવારમાં તેનો પતિ અને ત્રણ બાળકો છે. ઘટનાને લઈને માયાના દેવરે જણાવ્યું કે, ત્રીજી ડીલેવરી બાદ ભાભીનું માનસિક સંતુલન બગડી ગયું હતું અને તેઓ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા અને તેમની ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી.

મંગળવારના રોજ સાંજના સમયે ભાભીએ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમયે ભાઈ કામે બહાર ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલી મહિલાના મોટા દીકરાને લગભગ આઠ વાગ્યાની આસપાસ પોતાની માતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.

પછી દીકરાએ બૂમાબૂમ કરી હતી જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી પડોશીઓએ મહિલાના મૃતદેહને નીચે ઉતાર્યું હતું અને પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહિલાનું મોત થતા જ ત્રણ માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*