માતાએ પોતાની 2 દીકરી અને 1 દિકરાનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો – જાણો સમગ્ર ઘટના

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢ માં એક માતાએ પોતાના ત્રણ બાળકોનો જીવ લઇ લીધો અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મહિલાએ સૌપ્રથમ પોતાની બે દીકરીઓ અને એક દિકરાનો જીવ લઇ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટના ચિત્તોડગઢના કપાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારના રોજ મોડી રાત્રે બની હતી.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ચારેયના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના કછિયા ખેડી ગામના માર્ગ પર આરએનટી કોલેજની પોલ્ટ્રી ફાર્મમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફાર્મમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાને લઇને મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ મહિલાનો પતિ દૂધ લેવા ગયો હતો. જ્યારે ગામે પરત આવ્યો ત્યારે 28 વર્ષીય પત્ની રૂપા, 7 વર્ષે દીકરી શિવાની, 6 વર્ષનો દીકરો રિતેશ અને 3 વર્ષીય દીકરી કિરણનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

ત્યારબાદ તેના પતિએ ચારેયના મૃતદેહને નીચે ઉતારીને આ ઘટનાની જાણ પોલીસ અને કામના માલિકને કરી હતી. મળતી માહિતી અનુસાર પત્નીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*