સગી માતાએ પોતાના 15 દિવસના જોડીયા બાળકોનું ગળું દબાવી દીધું, પછી બાળકોના મૃતદેહ સાથે કર્યું કંઈક એવું કે.. ઘટના જાણીને તમે હચમચી જશો…

આપણી સામે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણી વખત આવું કહેવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. માતા-પિતા પોતાના બાળકો સાથે દૂર વ્યવહાર કરતા કિસ્સાઓ તમે ઘણા સાંભળ્યા હશે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં માતા કે પિતા પોતાના સગા દિકરા અથવા તો દીકરીનો જીવ લઈ લેતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના 15 દિવસના જોડિયા બાળકોનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને જાડી જાખડામાં ફેંકી દીધા હતા. આ ઘટના મધ્યપ્રદેશમાં આવેલા ભોપાલમાં બની હતી. અહીં એક પરિવાર રહે છે.

પરિવારમાં માતા પિતા તેમજ પતિ-પત્ની અને જેઠાણી રહેતા હતા. પરિવારની અંદર રહેતા એક યુવકનું નામ બ્રિજેશ મોહન હતું અને તેની પત્ની નું નામ સપના હતું. બંનેના સુખી લગ્ન જીવન દરમિયાન એક થઈ હતી. સપના અને બ્રિજેશ મોહનના લગ્ન 2017 માં થયા હતા. બંને પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા.

તેમનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવન જીવી રહ્યું હતું. જે કંઈ પૈસા આવે તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અવારનવાર આ પ્રકારની આર્થિક તંગીના કારણે ઘરની અંદર ઝઘડો થવાનું શરૂ થઈ ગયું. બ્રિજેશ મોહન બેરોજગાર થઈ ગયો હતો. સપનાના જેઠ પરિવારનું ભરણપોષણ કરતા હતા. સપનાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

બંનેનો જન્મ થયા બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો. થોડાક દિવસો જતા જ પરિવાર ખૂબ જ ચિંતામાં આવી. પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યું હતું અને સાસરીયા વાળાઓ સપનાને અવારનવાર ટોણા મારતા હતા. એક બાળકનું ભરણપોષણ થતું હતું ત્યાં જોડ્યા બાળકોનું ભરણપોષણ કરવાનું આવ્યું અને તેઓ ખૂબ જ વધારે ચિંતામાં આવી ગયા હતા.

બંને જોડિયા દીકરાઓ સપનાને ખૂબ જ વધારે પસંદ હતા. પરંતુ એક દિવસ સપના પોતાના બંને બાળકોને લઈને પિયર ચાલી ગઈ હતી. ત્યારે રસ્તામાં અચાનક જ તેના બંને બાળકો ગુમ થઈ ગયા હતા. આ ઘટના વિશે ટીટી નગર પોલીસ સ્ટેશન ની અંદર જાણકારી આપવામાં આવી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે, સપનાએ જ પોતાના બંને બાળકોને ગુમ કર્યા હતા. પોતાના બંને બાળકોનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ગળુ દબાવીને બંને બાળકોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેનું મૃતદેહ જાડી જાખરામાં ફેંકી દીધું હતું.

ત્યારબાદ પોલીસે બંને બાળકોના મૃતદેહને શોધી કાઢ્યા હતા. સપનાની કડક પૂછપરછ દરમ્યાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગરીબીના કારણે બંને બાળકોનું ભરણ પોષણ કરી શકતી ન હતી તેથી સપનાએ આ પગલું કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*