સુરત શહેરમાં બનેલો એક ખૂબ જ સુંદર કિસ્સો સામે આવી રહ્યો છે. આ અનોખા કિસ્સા વિશે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સુરત શહેરના છેવાડે આવેલી મોટી વેરના નવા મોહલ્લામાં રહેતા દિનેશભાઈ નામના વ્યક્તિના દીકરા વિમલનું 15 મહિના પહેલા અકાળે અવસાન થયું હતું.
દીકરાના મૃત્યુ બાદ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો. માતા પિતાને પોતાનો દીકરો ગુમાવવાનું તો દુઃખ હતું જ પરંતુ જુવાન જોધ પુત્રવધુ વિધવા થઈ જાય તેનું સૌથી વધારે તેમને દુઃખ હતું. નાની ઉંમરે પુત્રવધુ વિધવા થઈ ગઈ એટલે આખું જીવન એકલા કેવી રીતે પસાર કરશે તેની ચિંતા તેના મા બાપ કરતા વધારે તેના સાસુ-સસરાને હતી.
કુતરાના મૃત્યુ થઈ ગયા બાદ પોતાની પુત્રવધુની દીકરીની જેમ ઘરમાં રાખી અને અંતે તેના જીવનની નવી શરૂઆત કરાવીને એક પહેલ કરવામાં આવી હતી. લગ્નજીવન દરમ્યાન પુત્રવધુએ એક બાળક અને જન્મ આપ્યો હતો. પરંતુ એકના એક પિતાનો મોત થતાં બાળકે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
દીકરાના મૃત્યુ બાદ સાસરીયા પક્ષના લોકો પોતાની પુત્રવધુને પોતાની સભ્ય દીકરીની જેમ સાચવતા હતા. આની પુત્રવધુની દીકરી તેના જીવનની શરૂઆત કરવા માટે પરિવારના સભ્યોએ તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ યોગ્ય પાત્ર મળતા જ પુત્રવધુના પોતાની દીકરીની જેમ ધામધૂમતી લગ્ન કર્યા હતા.
સાસુ સસરાએ પુત્રવધુને ધામધૂમથી પરણાવીને તેનું કન્યાદાન પણ કર્યું હતું. જ્યારે સાસુ સસરાએ પોતાની પુત્રવધુ ના લગ્ન કરાવીને તેને વિદાય આપે ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. જ્યારે પુત્રવધુ પણ પોતાના માતા પિતાને વિદાય આપતી હોય તેમ પોતાના સાસુ-સસરાને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
View this post on Instagram
જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વધુને પોતાની દીકરી માનીને ધામધૂમથી લગ્ન કરાવી મોટીવેડ ગામના તળપદા કોળી પટેલ સમાજ એક અનોખી પહેલ ઉભી કરી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment