મોરવાહડફ બેઠક ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મળી જીત.

Published on: 8:40 pm, Sun, 2 May 21

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ બેઠક પર 24 રાઉન્ડ માં અંતે ભગવો લહેરાયો હતો.મોરવાહડફ ના ધારાસભ્ય નું નિધન થતાં તાજેતરમાં આ બેઠક માટે પેટાચૂંટણી 17 એપ્રિલ ના રોજ યોજાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર વિજેતા થયા હતા.

આજે સવારથી યોજાયેલ મતગણતરીમાં અંતિમ 24 રાઉન્ડ ના અંતે ભાજપના ઉમેદવાર નિમિષા બહેન સુથાર ને 67 હજાર 101 મત મળ્યા હતા.

જયારે કોંગ્રેસ ના ઉમેદવાર સુરેશ કટારા ને 21 હજાર 669 મત મળ્યા હતા.આમ ભાજપના ઉમેદવાર 45 હજાર 557 મત થી જીત્યા હતા.

મોરવા હડફ ની પેટાચૂંટણીમાં ભાજપ ની જીત બદલ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ઉમેદવાર નિમિષા સુથાર અને કાર્યકર્તાઓ ને લઈને અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે જ ભાજપ ના વિજય ની ઉજવણી ના કરવાની કાર્યકર્તાઓ ને સૂચના આપી હતી. મોરવા હડફ ની પેટાચૂંટણીમાં ભાજપ ની જીત બદલ.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ઉમેદવાર નિમિષા સુથાર અને કાર્યકર્તાઓ ને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ ભાજપ ના વિજયની ઉજવણી ના કરવાની કાર્યકર્તાઓ ને સૂચના આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરવાહડફ બેઠક ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મળી જીત."

Leave a comment

Your email address will not be published.


*