મોરવા હડફ પેટાચૂંટણી પરિણામ : જાણો મોરવાહડફ માં કઈ પાર્ટી ના ઉમેદવાર છે આગળ, જાણો કોણ છે જીત તરફ.

Published on: 11:27 am, Sun, 2 May 21

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટાચૂંટણીની મતગણતરી સરકારી વિનયન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને હાલ બેલેટ પેપરના મતોની ગણતરી ત્યાર બાદ ઈવીએમ ની મત ગણતરી ત્યારબાદ EVM ni ગણતરી કરવામાં આવશે.

આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટીવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનું રહેશે. મોરવાહડફ પેટાચૂંટણી મતગણતરી બીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 5572 મત અને કોંગ્રેસના ઉમેદવાર ના ખાતામાં 1491 મત પડ્યા છે.

હાલમાં ભારતીય જનતા પાર્ટી 4081 મતોથી આગળ ચાલી રહી છે. કોવિડ ની તમામ માર્ગદર્શિકાને અનુસરીને મતગણતરી યોજાઇ છે.

ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારા નો આજે ભાવિનો ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટ ના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

અહીં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 48411 પુરુષો અને 38407 મહિલાઓ સહિત કુલ 86818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 39.60 ટકા મતદાન નોંધાયું હતું. મહામારી ને જોતા માર્ગદર્શિકાનો ફરજિયાત પણે પાલન કરવામાં આવનાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરવા હડફ પેટાચૂંટણી પરિણામ : જાણો મોરવાહડફ માં કઈ પાર્ટી ના ઉમેદવાર છે આગળ, જાણો કોણ છે જીત તરફ."

Leave a comment

Your email address will not be published.


*