તૌકતે વાવાઝોડુ બાદ વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, રાજ્યમા આ તારીખે ભારે વરસાદની આગાહી.

136

જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાઓ છે.

મંગળવારે દિલ્હીની એર કવોલિટી માં સુધારો આવ્યો હતો.તૌકતે વાવાઝોડાના કારણે પણ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની અસર હાલ શરૂ થઈ ગઈ છે.

અને દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે જ હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તૌકતે વાવાઝોડા બાદ પશ્ચિમ બંગાળ પર વધુ એક વાવાઝોડાનો ખતરો છે.હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર અંદમાન સમુદ્ર ઉપર લો પ્રેસર બની શકે છે.

જેને પગલે તેની અસર પશ્ચિમ બંગાળ પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે વાવાઝોડું આગામી 26મી મેના રોજ સાંજે ઓડિશા અને પશ્ચિમ બંગાળને ટકરાઈ શકે.

જો મોડું થાય તો 27મે એ પણ વાવાઝોડું બંગાળ પર અસર કરી શકે છે અને સાથે જ ઓડિશા પણ તેની અસરથી બાકાત નહીં રહી.

પશ્ચિમ બંગાળમાં જે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે તેનાથી બચવા માટે અત્યારથી જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

માછીમારોએ 21 મી મે પછી સમુદ્રમાં માછીમારી માટે ન જવું તેની પણ સલાહ પણ આપવામાં આવી છે. સાથે જ જે લોકો સમુદ્રમાં જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થશે તે વિસ્તારમાં હોય તો ત્યાંથી પરત આવી જવાની સલાહ પણ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!