ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના મોરબીમાંથી સામે આવી રહી છે. મોરબીના યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનુ આજરોજ વહેલી સવારે હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત થયું છે.
આ ઘટના બનતા જ તેમના સગા-સંબંધીઓ અને પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું. એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાના મૃત્યુના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેમના એડવોકેટ મિત્રો તથા રાજપુત સમાજના લોકો તેમના ઘરે પહોંચી આવ્યા હતા. પછી તમામ લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.
વિગતવાર વાત કરીએ તો, મૂળ ટંકોરા તાલુકાના ધુનડા સ્ટેટ પરિવારના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-4 માં રહેતા એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનુ 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે.
આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભુપેન્દ્રસિંહ જાડેજાનું નિધન થતા તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ વકીલ મંડળ અને તેમના જાડેજા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગુજરાત રાજ્યમાં ઘણા લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ખાસ કરીને ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ હાર્ટ એટેકના કિસ્સા સુરત અને રાજકોટ શહેરમાં બની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment