હાલમાં તો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ગિફ્ટ સિટીની જ ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે હવે ગિફ્ટ સિટીમાં દારૂબંધી દૂર કરી દેવામાં આવી છે. વાત કરીએ તો, ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂબંધી દૂર કરી દેવામાં આવી છે. જેના કારણે ચારેય બાજુ આ વાતને લઈને જ ચર્ચાઓ ચાલી રહી છે.
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ સુરતમાં પણ કેટલાક લોકો દારૂની છૂટ માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીના અબ તરીકે વિકાસના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
ગિફ્ટ સિટીને વૈશ્વિક ધોરણે વિકાસ થવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાયનની સુવિધા ઉપલબ્ધ કરી નાખવામાં આવી છે અને દારૂબંધી ના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર થતા જ સમગ્ર ગુજરાતમાં ધબડકો બચી ગયો હતો અને ચારેય બાજુ આ જ વાતની ચર્ચાઓ થવા લાગી હતી.
ઘણા મોટા મોટા લોકોએ આ વાત પર પોતાના નિવેદન પણ આપ્યા હતા. ત્યારે આ બધા માહોલ વચ્ચે રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુને સિટીમાં દારૂબંધીની છૂટના મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો.
ત્યારે મોરારી બાપુએ કંઈક એવો જવાબ આપ્યો કે સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. મિત્રો જ્યારે મોરારી બાપુને દારૂબંધીની છૂટ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે મોરારી બાપુએ જણાવ્યું કે, આ મારો વિષય નથી. બસ મોરારીબાપુએ એટલું જ કીધું હતું અને દારૂબંધીને છૂટ પર કોઈ પણ નિવેદન આપ્યું ન હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment