કથાકાર એવા મોરારીબાપુ કે આપ સૌ તેમને જાણતા જશો એવા માણસ હાલ જે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવી વિપરીત પરિસ્થિતિ આવી પહોંચી હતી અને મધ્યપ્રદેશની એ બસની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને સહાયતા આપવા પહોંચી ગયા. હાલ તો ગુજરાતની અંદર ધમાકેદાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.
ત્યારે ઘણી નદીઓમાં તો પૂર આવતાની સાથે જ લોકોને ઘણી વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે.એવામાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. તેનાથી જાન માલની ખાસી નુકસાની થવા પામી હતી.
એવામાં જ સરકારના સૂત્રો પાસેથી ઉપલબ્ધ થયેલી યાદી મુજબ સમગ્ર ગુજરાતમાં 59 જેટલા લોકોએ આ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં પોતાના પ્રાણ ગુમાવ્યા. એવામાં જ એ મૃતકોના પરિવારજનોને રાહત પેટે ₹5,000 ની સહાય રાશી પૂજ્ય મોરારીબાપુના રાશી હનુમંત સંવેદના સ્વરૂપે પહોંચતી કરવામાં આવી.
જે કોઈ લોકો એ પરિસ્થિતિમાં પોતાના પ્રાણ ગુમાવી ગયા ત્યારે તે મૃત્યુ પામનારના પરિવારજનોને સહાય પેટે અમુક રકમ પૂજ્ય મોરારીબાપુ દ્વારા મોકલવામાં આવી. કહેવાય છે કે ક્યારેક આવા સરાહનીય કાર્યથી પુણ્યનો જ કામ કહી શકાય છે.
બીજી બાજુ વાત કરીશું તો બે દિવસ પહેલા મધ્યપ્રદેશના ઈન્દોરથી મહારાષ્ટ્રના પુના તરફ જઈ રહેલી એક બસ નર્મદા નદીમાં ખાતકી હતી. ત્યારે એ અકસ્માત નડવાથી એક ઘટનામાં તે જ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમના પરિવારજનોને પણ રૂપિયા પાંચ પાંચ હજાર પ્રમાણે સહાયતા પૂજ્ય મોરારીબાપુ ના સરાહનીય કાર્યથી પહોંચતી કરવામાં આવશે.
આ બંને ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને કુલ ત્રણ લાખ 60 હજારની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુ દ્વારા આપવામાં આવશે.એટલું જ નહીં પરંતુ રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોચતી કરવામાં આવી રહી છે, ત્યારે બાપુ દ્વારા આ બંને ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવારજનોને સહાયતા પેટે અમુક રકમ પહોંચતી કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment