હાલમાં સોશિયલ મીડિયા પર પરમ પુણ્ય શ્રી મોગલ બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાપુએ જે વાત કરી છે તે સાંભળીને તમને પણ માં મોગલ પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ જશે. ખરેખર મોગલ માં એવી છે કે, તમારા એક આંસુડે તમારા ભાગ્યમાં ન હોય એ પણ તમને આપી દે છે. ચાલો આપને જણાવીએ કે, મોગલ બાપુએ પટેલની દીકરી વિશે શું વાત કરી છે.
જણાવી દઈએ કે, આ વિડીયો બાપુ શ્રી મોગલ ધામ નામના ઇન્સ્ટા પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકશો કે, બાપુ કહે છે કે હું એક વાત કરું અમેરિકા ની પટેલની દીકરીની… ઇ દીકરી રોવા માંડી મોબાઈલમાં કે બાપુ મારા દીકરાના ઘરે કંઈ સંતાન નથી.
View this post on Instagram
15 લાખ રૂપિયા મારા એક ભૂવો ઉપાડી ગ્યો, બેઠા બેઠા અમેરિકાથી લઈ લીધા પણ દીકરીનું કામ ન થયું. દીકરી રોવા માંડી, આંસુડાં પડી ગયા એટલે બાપુએ કહી દીધું કે, બેટા તારે ત્યાં એક નહી પણ બે દેય તેદી તું મને ફોન કરજે. પાંચ દી પેલા જ ફોન આવ્યો કે, મારા દીકરાના ઘરે મોગલે બે દીધા.
આ વિશ્વાસ.. આંસુડા પાડો તોય ભગવતી તમારા કામ કરે મારા સાવજ. મોગલ બાપુ એક સ્તુતિ ગાઈ છે કે, બની શકે તો હું શાંતિ કરું, નહિતર આંસુડે હું પછતાવું. બતાવો ઉપાય એવો હું થાવ દુઃખ ભાગવાવાળો. ખરેખર મોગલ માંની કૃપાથી અનેક દુઃખો દૂર થાય છે, અમેરિકાની દીકરીના જીવનમાં પણ મોગલ માંએ અસીમ કૃપા કરી.