કેન્દ્ર સરકાર હાલ ખેડૂતોના સંકટથી બચવા માટે આર્થિક મદદ આપી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર DBT દ્વારા ખેડૂતોને પૈસા આપશે.14.5 કરોડ ખેડૂતોને મળવાની છે આ યોજનાના લાભ. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઇ રહ્યા છે.છેલ્લા દોઢ મહિનામાં જ 8.80 કરોડ લોકોને 2 હજાર રૂપિયા મોકલાવ્યા છે.
DBT દ્વારા આ પૈસા મોકલવામાં આવ્યા છે. મારી સહયોગી વેબસાઈટ zeebiz.com ના અહેવાલ મુજબ દેશના તમામ 14.5 તમામ ખેડૂત પરિવારો ને મળવાના છે. પરંતુ આ યોજના હેઠળ તમામ વેરિફિકેશન થઈ શક્યા નથી. આવામાં જો તમે પણ આ યોજના સાથે જોડાવા માગતા હોય તો આ માટે અરજી કરી શકો છો.
આ રીતે કરી શકો છો અરજી
આ યોજના હેઠળ તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. અરજીની સ્થિતિ જાણવી હોય કે કોઈ ફેરફાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા www.pmkisan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. વેબસાઇટના પહેલા પેજ પર જમણી બાજુ માં મોટા અક્ષરે ફાર્મર કોર્નર લખ્યું હતું.
જો તમે જોવા માગતા હોય કે તમારું નામ યાદીમાં છે કે નહીં તો તમારે લાભાર્થી સૂચિ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે રાજ્ય, જિલ્લા,ઉપ જિલ્લા, બ્લોક અને ગામના નામ લખીને પોતાનું નામ જોઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment