ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં આ તારીખે પડી શકે છે ઢેબરીયો વરસાદ…

83

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગાહી મુજબ 1 લી ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 અને 4 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા માં વરસાદ ની દયા રહેશે. આગાહી મુજબ મહેસાણા, પાટણ અને મોડાસામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદ તાંડવ કરી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકશે અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

જે બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હાલમાં તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામેલો જ છે. હવામાન વિભાગની આગાહી ને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ સારા વરસાદથી રાજ્યના ડેમોમાં પાણીની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 207 ડેમમાંથી 5 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!