અકસ્માત કે સુસાઈડ..? કોંગ્રેસના મંત્રીનું તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે મોત…જાણો સમગ્ર ઘટના…

અત્યારે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અંજારમાંથી સામે આવ્યો છે, અંજારનું ઐતિહાસિક સવાસર તળાવ નવા નિર સાથે ઓગની ગયા બાદ પહેલો જીવ લીધો હતો. જેમાં અંજાર શહેર કોંગ્રેસ મંત્રી ડૂબી જતા તેમનું નિધન થયું હોવાની ઘટનાથી શહેરભરમાં આ ઘટના ચર્ચાઈ હતી કે આ કઈ રીતે થયું ?

અકસ્માત કે ઝપલાવ્યું? એ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.આ બાબતે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અંજારના ઐતિહાસિક સવાસર તળાવ કે, જે હાલ જ વરસેલા વરસાદમાં ઓગન્યુ જે તેમાં સવારે મૃતદેહ તરતો દેખાતા પોલીસ તેમજ પાલિકાને જાણ કરાઈ હતી.

આ સમાચાર થોડીવારમાં વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. થોડીવાર રહીને જ્યારે મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે એ અંજાર શહેર કોંગ્રેસના મંત્રી 24 વર્ષ એ નવીન નરપતભાઈ પુરોહિત હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ બહાર કાઢ્યા બાદ અંજાર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે લઈ જવાયો હતો.

ત્યાં મૃતકના ભાઈ સાગર પુરોહિતે તબિયતને આપેલી વિગતો પોલીસને અપાઈ હતી. આ સવારના 09:00 વાગ્યા પહેલા કોઈપણ સમયે બનેલી ઘટનામાં મૃતકનું એકટીવા તળાવ બહાર પાર્ક કરેલું મળી આવ્યું હતું. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા નવીન પુરોહિત નું આ રીતે નિધન થતા અનેક ચર્ચાઓ થઈ હતી.

આ ઘટના અકસ્માત છે કે પછી આપઘાત ? એ જાણવા માટે પી.એસ.આઇ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી પરિવાર મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અત્યારે તપાસ કરી રહી છે કે આ અકસ્માત છે કે આપઘાત ?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*