દ્વારકાધીશના ભક્તો દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે ત્યારે આજે અમે એવા ગામની વાત કરવાના છીએ જેને મિનિ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કહેવાય છે કે અહીં આવતા દરેક ભક્તોની ઠાકોરજી મનોકામનાઓ પૂરી કરે છે.
મીની દ્વારકાનો ઇતિહાસ 800 થી 900 વર્ષ જૂનો છે. કહેવાય છે કે જે જગત મંદિર દ્વારકા ન જઈ શકે તેવા મંદિરમાં આવીને દર્શન કરી શકે છે. આ ગામ મિત્રો રાજકોટ જિલ્લાની ભાગોળે આવેલું છે.આ ગામનું નામ ગઢકા છે અને આ ગામના રહેવાસી કિશોરભાઈ જણાવ્યું કે જે
લોકો દ્વારકાધીશના મંદિરે નથી જઈ શકતા તે અહીં આવીને ધજા ચડાવી જાય છે અને તેમની મનોકામનાઓ પૂરી કરે છે. વર્ષો પહેલા દ્વારકા પદયાત્રીઓને સંઘ નીકળ્યો હતો અને આ સંઘ અહીં જ રોકાણો હતો જેમાંથી એક ભગતે દ્વારકાધીશ ભગવાન સપનામાં આવ્યા હતા અને તેને દર્શન આપ્યા હતા
અને ભગવાને દર્શન લીધા હોય તેની સાબિતી માટે ભગતે ભગવાન પાસે નિશાની માંગણી કરી હતી.ત્યારે ભગવાને આ જગ્યા પર પગલાની નિશાની છોડી હતી અને ખંભે દ્વારકા પદયાત્રીનું એક ચિન્હ છોડ્યું હતું ત્યારથી આ જગ્યાની મિનિ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. મીની દ્વારકાનો ઇતિહાસ 800 થી 900 વર્ષ જૂનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment