સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અચાનક જ ઉનાળાની ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે ચારેય બાજુ એક અનોખી ઠંડક પ્રસરી ગઈ છે. અનેક જગ્યાએ તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ ખાબક્યો છે અને અનેક જગ્યાએ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ઘણા વિસ્તારોમાં કરા પડ્યા છે. જેના અવારનવાર વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. શિયાળો વિદાય રહી ચૂક્યો છે અને હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે. છતાં પણ રાજ્યમાં શિયાળાની ઋતુ અને ચોમાસાની ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે હવે હોળીના તહેવારને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. હોળી અને ધુળેટી ઉપર રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે અને કેવો વરસાદ પડશે તેનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર હોળી સૂર્યાસ્ત બાદ પ્રગટાવવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડી શકે છે અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં 14 થી 16 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
કમોસમી વરસાદની આગાહી થતા જ ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા કરા પડ્યા હતા. આટલા ખરાબ પડ્યા કે ખેતર અને રસ્તા ઉપર ચારેય બાજુ બરફ જોવા મળ્યો હતો. જાણે આપણે જમ્મુ કશ્મીરમાં આવી ન ગયા હોય તેવા દ્રશ્યો ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યા હતા. અનેક જગ્યા ઉપર તો લીંબુના કદના કરા પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment