હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી, ગુજરાતમાં આગામી 3 દિવસમાં આ વિસ્તારમાં તાબડતોડ વરસાદ પડશે તેવી આગાહી…

Published on: 10:35 am, Sun, 11 July 21

ગુજરાતમાં થોડાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ત્યારે ફરી એક વખત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને કરી આગાહી દક્ષિણ ગુજરાત સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે.

ઉપરાંત વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ સામાન્ય વરસાદનું ઝાપટું આવી શકે છે. રાજ્યમાં ગઈકાલે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો ઘણી જગ્યાએ તો પાણી પણ ભરાઈ ગયા.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ આગાહી રહેશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના 11 થી 13 જુલાઇ દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ઉપરાંત સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં 12 થી 13 જુલાઈ સામાન્ય વરસાદની શક્યતા છે. ઉપરાંત આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ફરીથી એન્ટ્રી થશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે પણ વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 11 થી 20 જુલાઈ સુધી વરસાદી વાતાવરણ રહેશે. અને આ સમય દરમિયાન ભારે વરસાદ પડશે તો નદી નાળાઓમાં પૂર આવે તેવી શક્યતાઓ છે.

બીજી તરફ 14 જુલાઈથી 16 જુલાઈ સુધી અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાય છે. જેના કારણે દ્વારકા થી જખો સુધીના દરિયામાં હળવા દબાણની સંભાવના વ્યક્ત કરી છે તેના કારણે ત્યાંના ખલાસીઓને એલર્ટ કરાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!