ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી, ખેડૂતો માટે આવ્યા સારા…

Published on: 10:18 am, Thu, 19 August 21

ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. હવે ખેડૂતો પાકને લઈને ચિંતા મુક્ત બન્યા છે. ત્યારે હવે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

આંબાલાલ પટેલનું કહેવું છે કે સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદી માહોલ જામશે અને રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો એવો વરસાદની આગાહી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત અનેક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગીર સોમનાથ અને પોરબંદર માં વરસાદની આગાહી આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર નબળું થતાં અતિભારે વરસાદની શક્યતાઓ નહિવત જોવા મળી છે.

પરંતુ લો પ્રેશરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યના મહાનગરોમાં પણ સારો વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!