ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી, આજથી 4 દિવસ સૌરાષ્ટ્રમાં..

134

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 35.34% વરસાદ વરસી ચૂક્યો છે. તેવામાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આજથી આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર થઈ છે જેના કારણે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.

તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ના પાડી છે. તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડી માં એક લો પ્રેસર સક્રિય બન્યું છે.

તેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 4 થી 10ઓગસ્ટ દરમિયાન સિધ્ધપુર મહેસાણા પાલનપુર, સાબરકાંઠા, વિસનગર, અરવલ્લી વગેરે વિસ્તારોમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન નિશાન પટેલનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે સારો નથી જેથી ખેડૂતોને કૃષિ કાર્ય ન કરવું જોઈએ. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની સાથે કચ્છના કેટલાક ભાગમાં પણ 1 થી 2 ઇંચ વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં મધ્ય પૂર્વ ભાગમાં 33.40 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 33.38 ટકા વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 31.61 ટકા વરસાદ પડી ચૂક્યો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં 35.24 લતા વરસાદ પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!