રાજ્યમાં વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

Published on: 4:22 pm, Fri, 4 December 20

હાલમાં જે બંગાળના ઉપસાગરમાં વધી રહેલા ચક્રવાત નું પ્રમાણ ડિસેમ્બર મહિનામાં આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વ તટીય ભાગોમાં ભારે વરસાદ થશે.તમિલનાડુ અને કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત દ્વારા જણાવવામાં આવી છે.હવામાન અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ભારે દબાણ ની અસરો રહેવાની હોવાથી 4 થી 7 ડિસેમ્બર દરમિયાન.

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 10મી ડિસેમ્બર સુધીમાં વાદળોનું પ્રમાણ ઉગ્ર બની શકે છે. 9 અને 10મી ડિસેમ્બર માં ઠંડા પવન ફૂંકાય શકે છે.દિલ્હી પંજાબ હરિયાણામાં પણ ઉંમરની અસર રહેશે.

અને ગુજરાતમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેવી શક્યતા છે. 22 ડિસેમ્બર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને તેના કારણે થીજવતી ઠંડી પડી શકે છે.

27 અને 28 ડિસેમ્બર ઠંડીનો ચમકારો વધશે.જો રાજ્યમાં હવે વરસાદ પડશે તો ખેડૂતોને ખૂબ જ ભારે નુકશાન થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!