ગુજરાત રાજ્યમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

200

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરી છે.27 થી 28 મે ની વચ્ચે હળવાથી ભારે વરસાદ ડાંગ, તાપી, અમરેલી, આનંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

જયારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર માં વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે ચોમાસુ સારું બેસવાની શક્યતા છે. ચોમાસામાં ચારેય મહિના વરસાદ સારો થવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર, બંગાળ ના દક્ષિણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ગયું છે.

આ વખતે બંગાળ ના ઉપસાગર અને અરબ સાગરમાં જે સ્થિતિ નું નિર્માણ થયું છે તે પરિબળો ચોમાસા માટે સકારાત્મક છે. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ 31 મે એ કેરળમાં ચોમાસુ આવવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે તે થોડા દિવસ વહેલું આવી શકે છે.

હવે 27 મી મેએ ચોમાસુ કેરળ કિનારે ટકરાશે અને બીજી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી જશે તેવી શકયતા છે. હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે મુજબ જૂન થી સપ્ટેમ્બર સુધી લોગ ટર્મ એવરેજ ના 96 થી 98 ટકા વચ્ચે વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત જે વર્ષે 96 થી 104 ટકા સુધી વરસાદ થાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!