ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઉનાળામાં પડી રહેલી ભારે ગરમીના કારણે ગુજરાતની જનતા પરેશાન થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવન અને સામાન્ય વરસાદ થાય છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવે ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 11મે થી 17મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે સાથ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. જેની પ્રિમોન્સૂન એક્ટિવિટી ગણી શકાય છે.
હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ 18મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે વાવાઝોડું પણ સક્રિય થઇ શકે તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
15 જુનના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં તો સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજયમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ શકે તેવી શક્યતાઓ છે.
હવામાન વિશ્વાસ અંબાલાલ પટેલની આગાહી મુજબ ગયા વર્ષ કરતા આ વર્ષે રાજ્યમાં વરસાદનું પ્રમાણ સારું રહેશે. જો મે મહિનામાં આંધીનું પ્રમાણ વધશે તો બાગાયત પાકને નુકસાન થવાની શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment