ગુજરાત રાજ્યમાં ઠંડી ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

Published on: 9:32 am, Tue, 10 November 20

રાજ્યમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થશે પરંતુ તે પહેલા સૂકા અને ઠંડા પવનો શરૂ થઇ ગયા છે.વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે અને લઘુતમ તાપમાન હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા પણ કોઈ પણ ઋતુ શરૂ થાય તેના પહેલા અનુમાન જાહેર કરતા હોય છે ત્યારે હજુ શિયાળાની ઋતુને લઈને કોઈ અનુમાન જાહેર કરવામાં આવ્યું નથી.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 18 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાનનો પારો નીચો આવશે.અંબાલાલ પટેલ ની આગાહી વ્યક્ત કરતા કહ્યું કે, 4 ડિસેમ્બરના તાપમાન ઘટીને 12 ડિગ્રી આસપાસ પહોંચી જશે અને 8 અને 19 ડિસેમ્બર પણ વધુ ઠંડી અનુભવાશે.22 ડિસેમ્બર ના વધારે ઠંડી પડશે.

જાન્યુઆરી મહિનામાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.મણીલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી થી પણ નીચું જોવા મળશે.

ગુજરાત રાજ્યમાં ધુમ્મસ નું પ્રમાણ વધશે અને 18-19-20 ડિસેમ્બર પણ જોરદાર ઠંડીનો લોકોને અહેસાસ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!