2021 નું ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના સારો વરસાદ થવાની શક્યતા છે. હાલમાં અંદમાન નિકોબાર ટાપુ પર બંગાળના દક્ષિણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે ત્યારે ખેડૂત ભાઈઓ ચાતક ની નજરે ચોમાસાની રાહ માં છે.
તેવું હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આ વખતે બંગાળના ઉપસાગરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમજ અરબ સાગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પરિબળો ચોમાસા માટે સકારાત્મક છે.
20 મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ સક્રિય થઇ ગયું છે જે સ્થિતિ ભારતના દક્ષિણ છેડે ચોમાસાની સાનુકૂળતા બતાવે છે એટલે કે ચોમાસુ સમય પહેલા ભારતના દક્ષિણ છેડે આવી પહોંચવાની શક્યતા રહેશે.
જો કે બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડુ વધારે પડતો વરસાદ કરશે તો શરૂઆતના ચોમાસા પર તેની અસર થવાની સંભાવના છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસા નું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં આગામી 27મે થી 2 જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં 15 થી 20 જૂન ની આસપાસ નૈઋત્ય ચોમાસાનું આગમન થઇ શકે છે.
ગત વર્ષે ગુજરાતમાં 21 જૂન થી ચોમાસાનો પ્રારંભ થયો હતો પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થઈ શકે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment