કેરળમાં અલગ અલગ જગ્યાએ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવે ત્યાં સુધી ચોમાસું આગળ વધીને ગુજરાત આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. બે-ત્રણ દિવસમાં ચોમાસુ કર્ણાટક પહોંચી જશે અને ત્યારબાદ ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાત રાજ્યમાં સૌ કોઈ ચોમાસાની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં લા નીનોની અસર ભારતીય ચોમાસા પર જોવા મળશે. તેથી ભારતીય ચોમાસુ આ વર્ષે સારું રહેશે એવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટું પડશે. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં 14 અને 15 જૂનની આસપાસ સારો એવો વરસાદ થશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ ખૂબ જ સારો રહેશે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થોડો ઓછો પડશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારમાં 40 ઈચ જેટલો વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 80 થી 120 વરસાદ પડશે તેવું અનુમાન છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગમાં 30થી વધારે વરસાદ થશે તેવું અનુમાન છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં જુન મહિનામાં સરેરાશ 6 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે.
જ્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં અંબાલાલ પટેલના અનુમાન મુજબ 6 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 20 ઇંચ જેટલો વરસાદ પડશે તેવું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 20 થી 25 જેટલો વરસાદ થશે તેવું અનુમાન છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થશે.
ગુજરાત રાજ્યમાં 14 અને 15 જૂનની આસપાસ કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જેના કારણે નર્મદામાં જળસ્ત્રોતોમાં વધારો થશે. ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડે એવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment