ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે. આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જામ્યો છે.
ક્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગઈ કાલે શનિવારના રોજ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે.
આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રવિવારના રોજ ડાંગ, વલસાડ, નવસારી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત શનિવારના રોજ ગોંડલ, રાજકોટ, પાટણ બનાસકાંઠા અમરેલી મહેસાણા વડોદરા અને અમદાવાદ શહેરોમાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગોંડલ ની વાત કરીએ તો ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ અને દીવ દમણમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment