ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 સપ્ટેમ્બર પછી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સપ્ટેમ્બરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બની રહે છે.
જેનો સીધો ફાયદો ગુજરાત રાજ્યને થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા 10 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવી સંભાવનાઓ છે.
જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થશે. ગુજરાતમાં હજુ પણ 42 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે નવસારી, સુરત, ડાંગ, દીવ, દાદરાનગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.
તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા ભાવનગર ગીર સોમનાથ પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 48.65 ટકા વરસાદ નોંધાયો છે.
જેમાં રાજ્યના 16 તાલુકામાં 40 ઇંચ કરતાં પણ વધારે વરસાદ, 36 તાલુકાઓમાં 20 થી 40 ઈચ વરસાદ, 124 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!