ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સારો એવો વરસાદ માહોલ જામ્યો છે અને હજુ પણ રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળસંકટનો ખતરો ટળ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હજુ આગામી સમયમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં હજુ વરસાદની ઘટ છે તે આ મહિનામાં પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પાટણ, અરવલ્લી, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં રાજ્યમાં સારો વરસાદી માહોલ જામી શકે છે.
આ ઉપરાંત ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને 20 અને 21 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ સહિતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment