ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને લઈને ફરી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. શાહીન વાવાઝોડાને લઈને ગુજરાત સહિત સાતેક રાજયોમાં ભારતીય મોસમ વિભાગ દ્વારા એલટ આપવામાં આવ્યું છે.
ભારતીય મોસમ વિભાગના કહેવા મુજબ આગામી 12 કલાકમાં શાહીન વાવાઝોડું મજબૂત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર ડીપ ડિપ્રેશન હવે શાહીન વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની અસર ભારત સાથે સાથ પાકિસ્તાન અને ઈરાનમાં પણ જોવા મળશે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ બિહાર, બંગાળ, સિક્કીમ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી આ તમામ રાજયોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારતીય મોસમ વિભાગનું કહેવું છે કે મોડી રાત્રે અથવા તો ગઈ કાલે સવાર સુધીમાં શાહીન વાવાઝોડું ભયંકર રૂપ લઇ શકે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય મોસમ વિભાગના જણાવ્યા મુજબ શાહીન વાવાઝોડું કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
આ ઉપરાંત અરબ સાગરમાં ગુજરાતના દરિયા કિનારાની સાતસાત પાકિસ્તાન ના દરિયા કિનારા તરફ વાવાઝોડાની અસર જોવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!